પરેશ ધાનાણીનો આ કોને ટોણો ? હાથમાં દુડી, તીડી અને પંજો લઈ….
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવારનો સતત વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ હજુ 7 ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. આ દરમિયાન લોકસભાની ચૂંટણી માટે ભાજપે રાજકોટ બેઠક માટે જાહેર કરેલ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઈ ભારે વિવાદ સર્જાયો છે. આ દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા ધાનાણીના ટ્વિટથી રાજકારણ ગરમાયું છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ડિજિટલ વોર શરૂ થઈ ગયું છે. બીજી તરફ કોંગ્રેસના પરેશ ધાનાણી ફરી એક વખત એક્ટિવ થયા છે. તેમણે ચૂંટણી પહેલા કોંગ્રેસ ટનાટન અને ભાજપમાં કકળાટને લઈ ટ્વિટ કરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન આજે તેમના વધુ એક ટ્વિટથી રાજકારણ ગરમાયું છે. તેમણે રૂપાલાને લઈને કહ્યું કે
“કમલમે થઈ રહ્યો છે કકળાટ”
હાથમાં દુડી, તીડી અને પંજો લઈ
‘ત્રણ એકા’ સામે તિખારા કરનારા,
હવે રાજકોટથી બિસ્તરા પોટલા
ભરવાની તૈયારી કરી રહ્યા છે..?
રોષની આંધી હવે રાજ્યના સિમાડા
વટીને રાષ્ટ્ર વ્યાપી બની રહી છે.