એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે હવે જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થયું છે. ત્યારે હવે ગુજરાતમાં મુખ્ય 3 રાજયકીય પક્ષોના અધ્યક્ષ ઓબીસી સમાજમાંથી આવે છે. આપ અને કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ ઓબીસી નેતા પર વિશ્વાસ દાખવ્યો છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી છે. બીજી તરફ શક્તિસિંહ ગોહિલના રાજીનામાં બાદ કોંગ્રેસે ગુજરાતની કમાન અમિત ચાવડાને સોંપી હતી. ત્યાર બાદ હવે ભાજપે પણ ઓબીસી નેતાને ગુજરાતની કમાન સોંપી છે. ગુજરાતના જો મતદારની વાત કરવામાં આવે તો ઓબીસી સમાજનું વર્ચસ્વ વધુ છે. હવે પાટિલનો રેકર્ડ તોડવા અને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસની રણનીતિને ટક્કર આપવા ભાજપે જગદીશ વિશ્વકર્માને કમાન આપી છે.
આજે ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે આજે અધ્યક્ષ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. ત્યારે આજે ફક્ત એક જ ફોર્મ ભરવામાં આવ્યું હતું. ત્યારે આવતીકાલે ગુજરાત ભાજપને 11માં પ્રમુખ મળશે. બીજી તરફ જોવાનું એ રહ્યું કે હવે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે. આ સાથે જ પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલા નેતાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે કે જગદીશ વિશ્વકર્મા પોતાની રણનીતિ બદલશે અને આયાતું નેતાઓને હોદા આપવાના સ્થાને પક્ષના મૂળ સાથે જોડાયેલા નેતાને જ સ્થાન આપશે? જોકે આવતી કાલે ફોર્મ ચકાસણી બાદ જગદીશ વિશ્વકર્મા બિનહરીફ જાહેર થશે અને સી આર પાટિલ પોતાના ઉત્તરાધિકારીને પોતાનો ચાર્જ સોંપશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો