રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની પ્રથમવાર ઉજવણી વર્ષ 2014માં કરવામાં આવી હતી. જેમનો મુખ્ય ઉદ્દેશ કેન્સર તથા તેમના લક્ષણ અને તેમની સારવાર અંગે લોકોને જાગૃત કરવાનો હતો.જ્યારે કેન્સરની જાણકારી શરૂઆત થી થઈ થાય તો કેન્સર થી થતાં મૃત્યુ નો દર અને ખર્ચ બને ઓછો થાય છે. આજના દિવસે વર્ષ 1903માં જન્મેલ ભૌતિકશાસ્ત્રનો નોબલ જીતનાર વૈજ્ઞાનિક મેરી ક્ર્યુરીનો પણ આજે જન્મદિવસ છે.વર્ષ 2014માં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા જાહેરાત કરી હતી કે વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા 7 નવેમ્બર દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવશે.