શનિદેવ ન્યાયના સ્વામી છે તેથી આપણે હમેશાં ન્યાયસંગત વાતો જ કરવી જોઇએ. હિન્દુધર્મ માન્યતાઓ પ્રમાણે દંડાધિકારી દેવતા શનિની વાંકી ચાલ અને ત્રાસી નજરથી કોઈની પણ સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ કારણે જ શાસ્ત્રોમાં શનિવારનો દિવસ શનિની પ્રસન્નતા માટે શનિપૂજા અને ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવ્યું છે.
શનિદેવની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે જો શનિદેવની સાડાસાતી આવી જાય તો ભારે કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. શનિ કોઇ વ્યક્તિ માટે સારા હોય છે તો કોઇની માટે ખરાબ પણ હોય છે. શનિની સાડાસાતી દર 30 વર્ષે ફરી આવી જાય છે અને સાડાસાતીના આ સાડા સાત વર્ષ ખૂબ જ વધારે પરિશ્રમ ઉઠાવવો પડે છે.
શનિદેવ લોહ તત્વના રૂપમાં આપણાં શરીરમાં વિરાજમાન હોય છે. જો તમારે શનિદેવને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરવા હોય તો તમે તમારી મિડલ ફિંગરમાં એક મેગ્નેટની રિંગ ધારણ કરી શકો છો. શનિદેવને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરવા માટે શિવજી અને હનુમાનજીના મંત્રોનો જાપ પણ કરવો જોઇએ. શનિને પ્રસન્ન કરીને તમે તમારું અટવાયેલું ધન પ્રાપ્ત કરી શકો છો, કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો, તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો. શનિપૂજા ખૂબ જ સરળ હોય છે.
શનિની પૂજા હમેશાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જ કરવી જોઇએ. કારણ કે શનિદેવ દક્ષિણ દિશાના સ્વામી છે. આ માટે આ દિશા તરફ મુખ ધારણ કરીને પૂજા કરવાથી આપણી પૂજા સફળ થાય છે અને કાર્યોમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે.
કેવી રીતે કરશો શનિદેવની પૂજા ?
-શનિવારના દિવસે સ્નાન કર્યા બાદ શનિની પૂજા કરો. પૂજામાં ગંધ, ફૂલ- શક્ય હોય તો કાળા ફૂલ, અક્ષત, કાળા તલ, તલનું તેલ, કાળા અડદ, કાળા વસ્ત્ર ચોક્કસ ચઢાવો. પૂજા બાદ શનિ મંત્રોથી શનિદેવનું ધ્યાન કરોડ
ॐ शं शनिश्चराय नम:।
ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:।
પુરાણોક્ત મંત્ર
नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्।।
छायामार्तण्डसम्भूतं तं नमामी शनैश्चरम्।।
મંત્ર જાપ કર્યા બાદ તલના તેલનો દીવો પ્રગટાવી શનિ આરતી કરો. શનિને તલનું તેલ, કાળા અડદથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. આ દિવસે કાળા તલ, લોખંડની વસ્તુ કે તલથી બનેલી મીઠાઈઓ દાન કરો.
શનિ ન્યાયના સ્વામી છે. શનિની પૂજા અને અર્ચના માટે કાળા અડદ અને સરસિયાનું તેલ જરૂર અર્પણ કરવું જોઇએ. આવું કરવાથી શનિદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. શનિની પૂજા હમેશાં વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને જ કરવી જોઇએ. કાળા અડદ, સરસિયાનું તેલ કીલ અને ચાંદીના સિક્કાનું દાન અવશ્ય શનિવારે કરવું જોઇએ. વૃદ્ધોની સેવા કરવાથી પણ શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.