વપરાશકર્તાઑ માટે બહાર પાડવામાં આવ્યા મહત્વના પ્રશ્નોના જવાબો
Yahoo ગ્રૂપ દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી જાહેરાત કરી છે કે 15 ડિસેમ્બર 2020થી Yahoo ગ્રૂપની સેવાઓ બંધ કરી દેશે. આ અંગે આધિકારિક વેબસાઇટ ઉપર આ અંગેની વિગતો તથા વારંવાર પુછવામાં આવતા પ્રશ્નોના જવાબો પણ આપ્યા છે. જો તમે Yahoo Group નો ઉપયોગ કરો છો તો તમારે આ પ્રશ્નો વાંચવા છે ખૂબ જરૂરી.
શું છે આ નિર્ણયનું કારણ?
Yahoo ગ્રુપે આધિકારિક વેબસાઇટ ઉપર આ મુશ્કેલ નિર્ણય અંગેનું કારણ આપતા જણાવ્યુ છે કે છેલ્લા ઘણા વર્ષોમાં સતત Yahoo Groups એ પોતાના વપરાશકારો ઘટતા જોયા છે. ગ્રાહકોને જે પ્રીમિયમ અને ભરોષાપાત્ર સેવાઓની જરૂર હોય તે કદાચ આપવામાં શક્ય ના બને તે માટે આ પ્રકારે મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે. Yahoo ગ્રૂપ અન્ય ધંધા તરફ ધ્યાન આપવા માંગતા હોય અને લાંબાગાળે આ ધંધામાં ટકી રહેવું કંપનીની લાંબા ગાળાની નીતિને અનુકૂળના હોય Yahoo Group બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કયારથી શરૂ થશે Yahoo Group બંધ થવાની શરૂવાત ક્યારથી થશે?
ઓક્ટોબર 12 થીજ Yahoo ના નવા ગ્રૂપ ઊભા કરવાનું બંધ કરી દીધું છે.
ડિસેમ્બર 15 થી Yahoo Groups માંથી કોઈ ઇ મેઈલ મોકલવાની સેવા બંધ કરી આપવામાં આવશે.
ડિસેમ્બર 15 પછી જે ઇ મેઇલ મોકલ્યા અને મેળવ્યા હોય તેનું શું થશે?
જે ઇ મેઈલ મોકલ્યા હોય અને મેળવ્યા હોય તેવા ઇ મેઇલ 15 ડિસેમ્બર પછી પણ ઇ મેઈલમાં રહેશે પણ 15 ડિસેમ્બર બાદ કોઈ નવા ઇ મેઈલ મેળવી શકાશે નહીં કે કરી શકાશે નહીં. 15 ડિસેમ્બર પછી કોઈ ઇ મેઈલ કરવામાં આવશે તો તે ઇ મેઈલની ડિલિવરી થશે નહી અને “ફેઇલયર નોટિફિકેશન” આપવામાં આવશે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકોને અન્ય વિશ્વનીય ગૃપ્સ જેવાકે Google Groups, Facebook Groups જેવા ગ્રૂપમાં તબદીલ થવા જણાવવામાં આવ્યું છે.
Yahoo Groups કદાચ ગ્રૂપમાં ઇ મેઈલ પૂરી પાડતી વિશ્વની સૌપ્રથમ સેવા હશે. આ સેવાઓ બંધ થતા ઇન્ટરનેટનો ઉપયોગ સૌથી શરૂવાતમાં કરનારાઑને મુશ્કેલી પડશે તેવું માનવમાં ભવ્ય પોપટ, જર્નલિસ્ટ- ઉના