ભાજપના વરિષ્ઠ અને પ્રખર નેતા યશવંત સિંહા એ આજે ભાજપ સાથે છેડો ફાડી અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસ (TMC) સાથે જોડાયા છે અને પશ્ચિમ બંગાળ માં આગામી સમય માં યોજવનાર વિધાન સભાની ચૂંટણીમાં તોડ જોડણી રજનિતીને વધુ વેગ મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી ના નજીકી ગણાતા સુવેંદુ અધિકારી એ TMC સાથે છેડો ફાડી BJP માં જોડાયા ત્યાર બાદ નંદિગ્રામ વિધાન સભા સીટ પર થી મમતા બેનર્જી એ નામાંકન દાખલ કર્યું છે ત્યારે તેમનાજ નજીકી ગણાતા બાગી નેતા સુવેંદુ અધિકારી એ પણ નંદિગ્રામ સીટ પરથી BJP તરફ થી નામાંકન દાખલ કર્યું છે.
આજે BJP ના વરિષ્ઠ નેતા યશવંત સિંહા એ રાજીનામું આપી TMC માં જોડાતા BJPની મુશ્કેલીમાં વધારો થયો છે.