નવરાત્રીની શરૂઆત સાથે જ પોલીસતંત્ર એક્શનમોડમાં જોવા મળી રહ્યું છે. રાજકોટમાં પોલીસ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ શહેરના ઝોન 2ના DCP રાકેશ દેસાઈએ એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે હોટેલ સંચાલકોને યુવક-યુવતીઓને ટૂંકા ગાળા માટે રૂમ ન આપવાની સૂચના આપી છે. આ નિર્ણયને લઈને પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક પણ યોજી હતી, જેમાં કેટલાક કડક નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના ઝોન 2ના DCP રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ, તહેવારો દરમિયાન ઘણી અઘટિત ઘટનાઓ બનતી હોય છે, જેને અટકાવવા માટે આ પગલાં ભરવામાં આવ્યા છે. જો કોઈ બહારગામથી આવેલો વ્યક્તિ હોટેલમાં રૂમ બુક કરાવે તો તેને આપી શકાય, પરંતુ જો કોઈ સ્થાનિક વ્યક્તિ યુવતી સાથે આવે તો તેને રૂમની શું જરૂર પડે? આવી રીતે રૂમ ભાડે રાખીને સગીરાઓને લઈ જવામાં આવે છે અને પછી ગંભીર ઘટનાઓ બને છે.
હોટલ સંચાલકોને આપવામાં આવી આ સૂચના
નિર્ણય અંગે પોલીસે હોટેલ સંચાલકોને એ પણ સૂચના આપી છે કે જો કોઈ યુવતી મોઢા પર રૂમાલ કે ચૂંદડી બાંધીને આવે તો તેનું મોં ખુલ્લું કરાવીને ચહેરો ચેક કરવો. આ ઉપરાંત, હોટેલમાં આવતા દરેક વ્યક્તિના આધારકાર્ડના ફોટાને તેના ચહેરા સાથે સરખાવીને ચેક કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો