વર્ષ 2019માં નિવૃતિ જાહેર કરનાર ભારતના પૂર્વ ધુરંધર ક્રિકેટર યુવરાજસિંહએ લોકોની માંગણીને ધ્યાને લઈ ફરી એકવાર મેદાન પર વાપસી કરશે. જો કે યુવરાજે આ વાતનો ખુલાસો નથી કર્યો કે તે કઇ ટુર્નામેન્ટ રમવાનો છે.

યુવરાજસિંહએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે. આ તેના છેલ્લા ઇન્ટરનેશનલનો વીડિયો હતો અને બેકગ્રાઉન્ડમાં તેરી મિટ્ટી ગીત વાગી રહ્યું હતું.  પોસ્ટ શૅર કરતાં લખ્યું કે, ભગવાન તમારી મંઝીલ નક્કી કરે છે. ફેબ્રુઆરી મહીનામાં ફેન્સની ડિમાન્ડ પર હું પીચ પર વાપસી કરીશ તમારા પ્રેમ અને સારી દુઆઓ માટે થેન્ક્યું. આ મારા માટે બહું મોટી વાત હશે. હંમેશા સપોર્ટ કરતા રહો આ જ એક સાચા ફેનની નિશાની હોય છે.