ગુજરાતમાં કોરોનની બીજી લહેર એ હાહાકાર મચાવ્યો હતો તે દ્રશ્યો હજુ નજર સમક્ષ આવી ઊભા રહે છે ત્યારે લોકો બહાર નિકલવાનું ટાળતા હતા અને હોસ્પિટલ માં સારવાર માટે જગ્યા પણ ન મળતી હતી આવી પરિસ્થિતી હજુ થોડા મહિના પહેલાની જ હતી અને ત્રીજી લહેર વિશ્વમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે આમદવાદની સિવિલ હોસ્પિટલ કદાચ એ.પી સેન્ટર બને તો નવાઈ ન કહેવાઈ .
આમદવાદની સિવિલ હોસ્પિટલ માં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર લોકો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત હોસ્પિટલની નજીક કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે આવી પરિસ્થિતિમાં જો કોરોના ગ્રસ્ત વ્યક્તિ સિવિલમાં હશે તો ચોક્કસપણે કહી શકાઈ કે હોસ્પિટલમાં જો બેદરકારી રાખવામા આવશે તો એ.પી સેન્ટર બનતા વાર નહીં લાગે







