દેશમાં ઉત્તરપ્રદેશ , ગોવા, મણિપુર,પંજાબ અને ઉત્તરાખંડ માં આગામી માસમાં વિધાન સભાની ચૂંટણી યોજવા જય રહી છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કુલ 403 વિધાનસભાની સીટ છે જેમાં બહુમતી મેળવવા માટે 202 સીટ પર કોઈ પક્ષે વિજય મેળવવો પડે જ્યારે ઉત્તરાખંડ માં 70 વિશનસભાની સીટ છે જેમાં બહુમતી મેળવવા કોઈ પક્ષ એ 36 સીટ પર વિજય મેળવવો પડે , મણિપુરમાં 60 વિધાનસભાની સીટ છે જેમાં બહુમતી મેળવવા 31 સીટ પર વિજય મેળવવો પડે , પંજાબ રાજ્યમાં કુલ 117 વિધાનસભાની સીટ છે અને કોઈ પક્ષે સરકાર બનાવવા 59 સીટ પર વિજય મેળવવો પડશે જ્યારે ગોવામાં કુલ 40 સીટ છે અને સરકાર રચવા માટે કોઈ પક્ષે 21 સીટ પર વિજય મેળવવો પડશે.
દર વર્ષની ચૂંટણી કરતાં આ વર્ષે ચૂંટી માં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં આ વર્ષે કોઈ પણ રેલીનું આયોજન કરવામાં નહીં આવે. એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ કોરોના મહામારી વચ્ચે ચૂંટણી નું આયોજન કરવું એ પણ એક પડકાર સમાન જ છે.







