Amreli: સાવરકુંડલામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યુ, પોલીસ તંત્ર ખડેપગે…
યોગેશ ઉનડકટ, બ્યૂરો ચીફ- અમરેલી/ સાવરકુંડલામાં ગેરકાયદેસર રીતે જે દબાણ કરેલ હતું જે દબાણો દૂર કરવામાં માટે આજ રોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ડીમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડિમોલેશનની કામગીરીમાં 2 PI, 6 PSI, 73 પોલીસ કર્મીઓનો સ્ટાફ અને 20 હોમગાર્ડઝ તથ અમરેલી એલસીબી ટીમ,અમરેલી એસ.ઓજી.ટીમ સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. નગરપાલિકા ના જેસીબી દ્વારા ગેર કાયદેસર દબાણો હટાવવા માં આવ્યા હતા અને સાવરકુંડલા ના વેપારીઓ એ આ બાબતે પૂરતો સહયોગ આપ્યો હતો. લોકો એ સ્વૈચ્છિક રીતે પણ દબાણો દૂર કરી ને તંત્ર ના કામ માં સહયોગ આપ્યો હતો







