રૂપેશ રૂપારેલીયા, બગસરા/ રા.શા.શ્રી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલ ખાતે આજરોજ ત્રિવિધ સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગસરા હાઇસ્કુલને સ્માર્ટ ક્લાસ તેમજ કોમ્પ્યુટર સેન્ટર વિધિપૂર્વક તેમજ એક શિક્ષક અને ક્લાર્કને નિવૃતિ સન્માન કાર્યક્રમ અમરેલીના સાંસદ તરીકે હાલમાંજ ચૂંટાયેલા સંસદ સભ્ય ભરતભાઈ સુતરીયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સરકારશ્રીના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા સહિત બગસરા પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયા ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી, બગસરા પાલિકા સદસ્ય શ્રીઓ બગસરા નાગરિક મંડળી ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરીયા, બગસરા પાલિકાના પૂર્વ પ્રમુખ એ.વી.રિબડીયા, મનીષભાઈ કામળીયા સહિત બગસરા તાલુકાના સરપંચશ્રિઓ તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા મહામંત્રી ભાવેશભાઈ મસરાણી, અશોકભાઈ પંડિયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર મહામંત્રી ખોડભાઈ સાવલિયા પ્રકાશભાઈ પરમાર અમરેલી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રંજનબેન ગોહિલ અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ધીરુભાઈ માયાની સહિતના રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મેઘાણી હાઇસ્કુલના પ્રિન્સીપાલ જેઠવા સાહેબ કરેલ તેમજ પ્રાસંગિક પ્રવચન બગસરા પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રિબડિયા, ભરતભાઈ સુતરીયાએ તેમના સન્માન કરવા બદલ બગસરાના રાજકીય સેવાકીય સહકારી ક્ષેત્ર સહિત બગસરા અવધ ટાઇમ્સ બ્યુરો ચીફ રૂપેશ રૂપારેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ચૂંટણી દરમ્યાન કાર્યકરો દ્વારા પક્ષ વિરોધી કામકરનારને આડેહાથ લઈ મોટુ મન આખી ક્ષમા આપી હતી અને બગસરા વિકાસના કામોમાં લાગી જવા આહવહન કર્યું હતું જ્યારે ગુજરાત રાજ્ય સરકાર શ્રીના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું ખાલી કોમ્પ્યુટર સેન્ટરની માંગણી સામે સ્માર્ટ ક્લાસ પણ સરકાર શ્રી આપી માંગ્યા કરતા સવાયું આપે તે આ ભાજપ સરકારછે અને વધુ હાઈસ્કૂલને જરૂરિયાત હોય તે જણાવે તે માટે હું અને સાંસદ શ્રી કટિબંધ છીએ તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમની આભારવિધિ હાઇસ્કુલના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય અશ્વિનભાઈ સોલંકીએ કરેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઇસ્કુલના શિક્ષક અને શાયર સ્નેહી પરમાર સાહેબે કરેલ હતું







