રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખૂલી ચૂકી છે. ત્યારે હવે જામનગરમાં કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ હતી. જેમાં બાળકોનું ગ્રામજનો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં પુલનો એક તરફનો હિસ્સો તૂટતા સ્કૂલ બસ અટવાઇ હતી. ત્યારે ગામ લોકો દવારા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદી માં પુર આવ્યું હતું. પુર આવતા મૂળીલા થી નપાણીયા ખીજડિયા નો પુલ તૂટી ગયો હતો. પુલ તૂટતા અંનેક ગામ નો સંપર્ક તૂટી ગયો હતો. પુલ તૂટતા સમાચાર મળતાગામ ના સરપંચ સહિત ગ્રામજનો નદી ઘટના સ્થળે પોહચ્યા હતા.
પુલ તૂટતાં ત્યાં સ્કૂલ બસ ફસાઈ હતી. સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી. અને બાળકોનઉઈ ગ્રામજનો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આમ મોટી દુર્ઘટના ટળી.
24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ
24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સંખેડા, સુબિર, તાલાલામાં 2.5 ઈંચ વરસાદ થયો છે. 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.







