રૂપેશ રૂપારેલીયા, બગસરા/ બગસરા પાલિકાના ફાયર સ્ટેશનના નિવૃત્ત કર્મચારી ભીખુભાઈ સોલંકી આજરોજ અમરેલી જતા હતા ત્યારે રસ્તાના રોડ પર એક રાહદારી મોટર સાયકલ પરથી પડી ગયેલા જે પાણીયા ગામના રહેવાસી અચાનક મોટર સાયકલ પરથી પડી ગયેલ હતા જેમના મોઢા માંથી ફીણ નીકળી ગયા હતા.
આ દરમિયાન ભીખુભાઈ એક ટ્રેનર ફાયરમાં કામ કરી ચૂક્યા હોય અને અનુભવી કર્મચારી અને અનેક વાર આગ લગતી હોય તેમ થતી તકલીફોથી વાકેફ અને સમજદાર અનુભવી હોય જેના કારણે મોટર સાયકલ ઉપરથી પડેલ વ્યક્તિનું બીપી માપી પરિસ્થિતિ પામી ગયા હતા અને પડી ગયેલાક વ્યક્તિને હાર્ટએટેક હોય તેમ જનતા સિપીઆરની ટ્રિટમેન્ટ આપી નજીકના દવાખાને ખસેડી રાહદારીનો જીવ બચાવ્યો હતો.







