રૂપેશ રૂપારેલિયા, બગસરા / શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બગસરા ખાતે પ્રથમ દિવસે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ બગસરા શહેર ના પછાત વિસ્તારમાં આવેલી શાળા નંબર ૪ માં ગુજરાત સરકારશ્રી ના શિક્ષણ વિભાગના તથા જિલ્લા શિક્ષણ સમિતિ ના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિશ્રી બાબુભાઇ બકરાણીયા ના અધ્યક્ષ સ્થાને દબદબાભેર ઉજવાયો.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા,સ્વસ્તિક શરાફી સહકારી મંડળી ચેરમેન મનોજભાઈ મહિડા, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઇ પંડ્યા,નગરપાલિકા સદસ્યશ્રી કાળુભાઇ કિકાની તથા જયંતીભાઈ વેકરિયા,શિક્ષણવીદ જગદીશભાઈ બુમતારીયા, નટુભાઈ ભુપતાણી, બી.આર.સી.જગદીશભાઈ વેકરીયા, લાઈઝન પીયૂષભાઈ તેરૈયા ,હરેશભાઇ ખેતાણી વગેરે ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટિકા તથા ધો.૧ના બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરાયા.

આ પણ વાંચો: બગસરા પાલિકાના નિવૃત્ત ફાયર સ્ટેશનના કર્મચારીએ રાહદારીનો જીવ બચાવ્યો

વર્ષ દરમિયાન સિ. ઇ. ટી., પી.એ.ટી,જેવી શિષ્યવૃત્તિ લાભદાયી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ ને સન્માનિત કરાયા. શાળાના શેઠ સી કે પારેખ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બાળકોને લેખન માટેની સ્ટેશનરી તેમજ પિયુષભાઈ શીંગાળા પરિવાર દ્વારા શાળાના વિદ્યાર્થીનિઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ સહિત 61 હજારની સામગ્રી પણ મહાનુભવો દ્વારા આપી દાતાઓને બિરદાવ્યા હતા.મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું તેમજ સ્માર્ટક્લાસ વર્ગોની મુલાકાત અને નૂતન પ્રજ્ઞા વર્ગ સાહિત્ય તેમજ નિપુણ ભારત મિશન અંતર્ગત અપાયેલ નુતન સાહિત્યના સ્ટોલની મુલાકાત લઈ પ્રોત્સાહિત કરાયેલ.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકર તથા તમામ શાળા.પરિવાર દ્વારા જહેમત ઉઠાવાયેલ