બગસરા,  રૂપેશ રૂપારેલિયા/ બગસરા નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના સભ્યોના સગા સંબંધીઓ મીટીંગ ચાલવા દેતા ન હોય ને મિટિંગમાં અડચણરૂપ થતા હોય તે બાબત બગસરા નગરપાલિકાનું સામાન્ય બોર્ડ ચાલતું હોય ત્યારે પ્રમુખશ્રી ના સંબંધીઓ તેમજ નગરપાલિકા સદસ્યશ્રીઓના સગા સંબંધીઓ મિટિંગમાં અડચણરૂપ થતા હોય તેમ જ મિટિંગ પૂરી કરવાનું કહેતા હોય કે બરખાસ્ત કરવાનું કહેતા હોય ત્યારે બોર્ડ ચાલતું ન હોય ને બગસરાની પ્રજાના વિકાસના કામ થતાં ન હોય તેમ જ બીજા નિર્ણયો અધૂરા રહેતા હોય માટે નગરપાલિકાના પ્રમુખશ્રીના કે ઉપપ્રમુખશ્રીના સગા સંબંધીઓ તેમજ નગરપાલિકાના સભ્યોનો સગા સંબંધીઓને મિટિંગમાં હાજર ન રહેવા દેવા જેવું માન્ય શ્રી કલેકટર સાહેબ તેમજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગર ને મેલ દવારવા પણ જાણ કરેલ છે અને ચીફ ને પણ જાણ કરેલ છે તો આ લોકોને બોર્ડની મિટિંગમાં અંદર ન આવે અને વિકાસના કામ બોર્ડની મીટીંગ સારી રીતે ચાલે તેવી કલેકટર શ્રી તેમજ કમિશનર શ્રી ને વિનંતી તેમ તેમ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જમાલ સરવૈયા ની માંગણી છે