સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકાના અને દીવમાં વરસાદ જાણે  રીજ્યો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બીજી તરફ કોરવાણની વાવણી કરી ચૂકેલ જગતનો તાત પણ ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન આજે વરસાદ વરસતા વાતાવરણ અને હૈયામાં ઠંડક પ્રસરી હતી. ઉના વિસ્તારમાં વરસાદ નું આગમન…

ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકા માં ચોમસનો વરસાદ 7mm જેટલો જ નોંધાયો છે. વરસાદની શરુઆત થતાં ખેડૂતો માં ખુશી છવાઈ. ઉના પંથકમાં વિધિવત ચોમાસુ બેસવાના 15 દિવસ મોડો વરસાદ આવ્યો છે. બીજી તરફ વરસાદની ખેંચ થતાં પીવાના પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા છે.

જાણો શું છે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવે અનેક જગ્યાઓએ સાચી જણાઈ રહી છે. તેઓએ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 27થી 30 જૂન સુધી મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, જૂનાગઢમાં 27થી 30 જૂન અતિભારે વરસાદની શક્યતા, જૂનાગઢ અને તેની આસપાસ વરસાદથી પૂર આવી શકે છે. ભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ આવી શકે છે.

મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. સુઈગામના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી શકે છે. જુલાઈ મહિનાની વાત કરીએ તો 8થી 12જૂલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પુરની સ્થિતિ બની શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નથી. 27 જૂનથી 5 જૂલાઈ વાવણી લાયક વરસાદ થઈ શકે છે. વરસાદ ખેંચાવાનું કારણ પવનોની સ્થિતિ પોષક નહીં. પર્યાપ્ત ભેજના અભાવના કારણે વરસાદ ન આવ્યો. મહત્તમ અને ન્યૂનતમ ઉષ્ણતામાન તફાવત ઓછો રહેશે.