રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આ સિવાય પણ રાજ્યના 190 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે.

આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે પૈકી અમદાવાદ, કચ્છ. સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળીના કડાકા સાથે વરસી શકે ભારે વરસાદ.

અમદાવાદમાં પડ્યો ભૂવો
અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ રોડ બેસી જવાની સમસ્યા બની છે. શીલજ વિસ્તારમાં આવેલા ક્લબ O7 પાસે રોડ બેસી જતા મસમોટો ભૂવો પડ્યો. વાહનચાલકો પસાર ન થતાં હોવાથી મોટી દુર્ઘટના થતાં બચી. રોડ બેસી જવાને કારણે ગેસલાઈનમાં ભંગાણ થતાં પરેશાન લોકો થઈ રહ્યા છે.