આતાભાઈ વાઘ, રાજુલા/ એક તરફ રાજ્યમાં ચોરી અને લૂંટના બનાવો બની રહ્યા છે. બીજી તરફ ગુજરાતના ગીર કાંઠાના ગામમાં પ્રામાણિક લોકો માનવતા મ્હેકાવવાનું કામ કરી રહ્યા છે. રાજુલામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યુવાનને કોઈ સંતની થેલી મળી આવતા. મૂળ માલિકને પરત કરી માનવતા મ્હેકાવી હતી.

રાજુલા તાલુકાના કાગવદર ગામ ના આહિર સમાજના યુવાન આતાભાઈ લાખણોત્રા ( બેઈઝ નં1055) ST વિભાગ રાજુલામા ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. આતાભાઈ પોતાની નોકરી પુરી કરી પોતાના ઘરે કાગવદર ગામ મોડી રાતના ચારનાળા થી કાગવદર જઈ રહયા હતા. આ દરમિયાન ત્યારે રસ્તા મા હાઇવે રોડ પર એક થેલી મળી આવેલ તપાસ કરતા કોઈ આ થેલી સાધુ મહાત્માના ની હોય એવુ લાગતા તે થેલી મા તપાસ કરતા તેમાથી કપડાં, ઓરીજનલ ડોક્યુમેન્ટ અને રોકડ રકમ રુ 15000હજાર રૂપિયા તથા અમુક ચાંદી ના ઘરેણાં જોવા મળેલ.

મળેલ બેગમાં અંદાજે ટોટલ મળી કિંમત 50 હજારનો સામાન હતો. ત્યાર બાદ આ ઈમાનદાર આતાભાઈ એ તપાસ કરાવતા સંતનો સંપર્ક કરીને થેલી પરત કરેલ છે. અને તદ્ ઉપરાંત પોતાના ખિસ્સા માંથી રૂપિયા 500 બાપુને દક્ષીણા રુપી ભેટ પણ આપેલ. આવા નેક ઈમાનદાર અને પ્રામાણિક માણસે આહીર સમાજના આશરા ધમૅ ને સાથૅક કરી બતાવેલ આવા ઈમાનદાર વ્યક્તિ( પોતાના ડીપારમેન્ટ ના સહ કમૅચારી એ) એમના S T વિભાગ ના કમૅચારી દ્રારા અભિનંદન પાઠવેલ.