સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઈમારત ધરાશાયી થવાને કારણે લગભગ 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે હજુ પણ લગભગ 5 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ બિલ્ડીંગની હાલત ખૂબ જ જર્જરિત હતી, છતાં અહીં 10-15 લોકો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ અકસ્માત અંગે વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા.. 2017માં બનેલું બિલ્ડિંગ 2024માં તૂટી પડ્યું. રેસ્ક્યૂ માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જ્યારે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે.
જાણો શું કહ્યું સુરત પોલીસ કમિશનરે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આજે સચિન GIDC વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તુરત PI અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ફાઈટર અને રેસ્ક્યૂ ટીમોને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ટીમો પણ અહીં પહોંચી ગઈ હતી. જે તે સમયે લગભગ બે લોકોના આવજા આવતા હતા. ત્યારે એક મહિલાને કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે મહિલાના કહેવા પ્રમાણે બે ત્રણ લોકો અંદર હતા. અને અંદરથી એક પુરુષનો અવાજ આવી રહ્યો છે, જેના વાઈફ અહીં બહાર છે. સાથે સાથે ચોકીદાર પાસેથી જાણવા મળી રહ્યું છે કે, 30 ફ્લેટમાંથી ચાર-પાંચ ફ્લેટમાં લોકો રહેતા હતા. અને અંદર એક જ પરિવાર હતો બાકી બધા કામ માટે બહાર ગયા હતા. અંદર કામ ચાલી રહ્યું છે. તમામ ટીમો કામ કરી રહી છે. આશા છે કે બે કલાકમાં લગભગ ક્લિયર થઈ જશે કે અંદર કેટલા લોકો હતા અને કેટલા લોકો હજુ પણ અંદર છે. આ સાથે પોલીસની કામગીરી પણ ચાલું છે કે, કોઈના સગા-સંબંધી કે કોઈના યાર-મિત્ર અંદર ફાસાયા હોય તો અમને જાણ કરે.







