બગસરા રૂપેશ રૂપારેલિયા/ રાજ્ય સરકાર દ્વારા આજે નિયત કરવામાં આવેલ સરપ્રાઈઝ વિઝીટ અંતર્ગત બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં શિક્ષણ, આરોગ્ય, પંચાયત સહિતના વિભાગોની તપાસણી કરી સમીક્ષા કરવામાં આવી હતી.
વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેકટર તથા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના ગામની અચાનક મુલાકાત લઇ સરકારની વિવિધ યોજનાઓ તથા તેની અમલવારી ની સમીક્ષા માટેનો કાર્યક્રમ નિયત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે જિલ્લા વિકાસ અધિકારી પી. બી. પંડ્યા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, પંચાયત, મધ્યાહન ભોજન, શિક્ષણની વિવિધ સરકારી યોજના ના લાભાર્થીઓ, યોજનાની અમલવારી, વગેરે બાબતોની તપાસણી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન દરેક વિભાગો માં થયેલ વિવિધ સરકારી યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાલની આવાસ યોજના, બી.પી.એલ. યોજના, ધાત્રી માતા યોજના, પી.એમ. પોષણ,વગેરેની પ્રગતિ ની માહિતી સાંજના સમયે શાળા પરિસર માંથી રાજ્યના મુખ્યમંત્રી સાથે ઓનલાઇન જોડાઈને વિભાગ મુજબ પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા આંકડા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, બગસરા પ્રાંત અધિકારી,તાલુકા વિકાસ અધિકારી બગસરા, તેમજ પંચાયત અને રેવન્યુ હસ્તકના તાલુકા કક્ષાના અધિકારીઓ પણ જોડાયા હતા







