લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપને એક નિવેદન આપયુ હતું કે તમે લખી લેજો INDIA ગુજરાતમાં તમને હરાવશે. ત્યારે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ડૉ. ભરત કાનાબરે રાહુલ ગાંધીને સણસણતો જવાબ આપ્યો છે.

ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબરે ટ્વિટ કરી અને કહ્યું કે, 2022ની ગુજરાતની ધારાસભાની ચૂંટણીમાં ભાજપ કરતા નવમા ભાગની સીટો અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ કરતા અર્ધા મતો અને 26 માંથી માત્ર 1 સીટ જીતી શકનાર કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાના સપના જુએ છે !

જાણો શું લખ્યું છે ટ્વીટમાં

મુંગેરીલાલ કે હસીન સપને !
૨૦૨૨ની ગુજરાતની ધારાસભાની ચૂંટણીમાં ભાજપ કરતા નવમા ભાગની સીટો અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ કરતા અર્ધા મતો અને ૨૬ માંથી માત્ર ૧ સીટ જીતી શકનાર કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાના સપના જુએ છે !

આને કહેવાય …
“ભેંસ ભાગોળે,
છાસ છાગોળે ને
ઘેર ધમાધામ !