બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરાની સીમમાં ફરી પાછી દીપડાની રંજાડો શરૂ થયેલ છે.  ત્યારે બગસરા તાલુકાના શાપરથી લુંઘીયા તરફ જતા રોડ ઉપર આવેલ શંભુભાઇ પોલાભાઈની વાડીમાં ગત તા.૩૦/૦૬ના રોજ વાવણીની કામગીરી કરી રહેલા કૌશિકભાઈને દીપડાએ પાછળથી આવી હુમલો કરી શરીરના ભાગે પંજો અને બચકા ભરી લેતા તત્કાલ બગસરા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયેલ.

ત્યારબાદ શાપર ગામના સરપંચને જાણ કરતા બગસરા ખાતે જંગલ ખાતાને રૂબરૂ મોખિક ફરિયાદ પણ કરેલ જેના પગલે બનાવના આઠ દિવસે વીત્યે હજુ જંગલ ખાતા દ્વારા કોઈજ કાર્યવાહી નહિ થતાં ખેડૂતો દ્વારા ફરી જંગલ ખાતાને પાંજરું મૂકી દીપડાને પકડી ખેતરોથી દુર કરવા જણાવેલછે ને હાલ ખેતીની સિજન હોયતો તત્કાલ દીપડાને પાંજરે પુરે તેવી માંગણી કરી