બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થયા બાદ આજે કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્કાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેન ઠાકોરની કેળાથી તુલા કરવામાં આવી હતી. લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રુપી ગાંધીજી બહુ ચાલ્યા. પણ સત્યનો વિજય થયો.

સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રુપી ગાંધીજી બહુ ચાલ્યા. પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવાં નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા. છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી. પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો.

દિલ્હીમાં આંગળી ચીંધીને કહે કે મોદી કે ગઢ મેં જીત કે આઈ હે
આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી ચીંધીને કહ્યું કે, અમે તમને ગુજરાતમાં હરાવીશું. જો મરાથી કઈક ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું તો મને બહેન માનીને માફ કરશો.હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગળી ચીંધીને કહેતા હતા કે, મોદી કે ગઢ મેં જીત કે આઈ હે.