અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરીયા તથા રાજુલા વિધાનસભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ સાંસદ ભરતભાઈ સુતરીયાએ પોતાના આગવી અંદાજમાં કાર્યકરોનો જુસ્સો વધાર્યો તથા કાર્યકરોની મહેનતથી થયેલ ભાજપ તરફી મતદાન બાબતે આભાર વ્યક્ત કર્યો છે.

અમરેલી તાલુકા ભાજપ પરિવાર દ્વારા અમરેલી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે નવનિર્વાચિત સાંસદ ભરતભાઇ સુતરીયાના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, રાજુલાનાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિ પ્રવીણભાઈ માંગરોળીયા, પ્રદેશ મહિલા ભાજપ અગ્રણી ભાવનાબેન ગોંડલીયા, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ સાવલિયા, વનરાજભાઈ કોઠીવાળ સહિત તાલુકાના તમામ સરપંચ ઓ, તાલુકા પંચાયતના તમામ સભ્ય ઓ, તાલુકા ભાજપ પરિવારના તમામ આગેવાનો તથા કાર્યકર્તા મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.
avibhai

આમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયાએ સન્માનના પ્રત્યુતરમાં આભારની લાગણી વ્યક્ત કરી હતી તથા અમરેલી જિલ્લાનાં વિકાસ માટે કટિબદ્ધ રીતે કામ કરવાં વચન આપ્યું તથા પોતાની આગવી શૈલીમા કાર્યકર્તાનો જુસ્સો વધાર્યો હતો અને ચૂંટણીનો માહોલ હાલ પૂર્ણ થયો હોય, આવનારા દિવસોમાં અમરેલી સંસદીય મતવિસ્તારના લોકોની સુખ સુવિધા અને સમૃદ્ધિ માટે કામ કરવા કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા , રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત મહાનુભાવો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમમા અપેક્ષિત કરતાં વધુ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.