ચલાલા, પ્રકાશભાઇ કારીયા/ આમ તો કલાના કોઈ સીમાડા નથી હોતા. અને કલા ખૂણે ખાંચરેથી પણ વિકસી અને દેશ અને દુનિયાના સીમાડા વટાવે છે. ત્યારે તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા CCRT- હૈદરાબાદ (તેલંગણા)ખાતે તા. 19/6/2024 થી તા. 3/7/2024 દરમિયાન આયોજિત ‘રોલ ઑફ પપેટ્રી’ વર્કશોપ યોજાયો હતો. જેમાં અમરેલી જિલ્લાના ચલાલાની દાનેવ પ્રા. શાળાના શિક્ષક ઉમેશ ચાવડાએ પસંદગી પામી, ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

દેશના વિભિન્ન રાજ્યોના પ્રાથમિક શિક્ષકો માટે યોજાયેલ આ વર્કશોપમાં તેમણે પોતાની પૂતળી કળાને આગવી રીતે રજૂ કરી, ઉત્તમ નેતૃત્વ પૂરું પાડેલ. જે માટે જિલ્લાની વિવિધ સામાજિક- શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉમેશભાઈ ચાવડાને અભિનંદન પાઠવી.

ધારાસભ્ય સહિતના આગેવાનોએ હાંસલ કરી સિદ્ધિ
આ અતિ ગૌરવશાળી સિધ્ધિ હાંસલ કરવા બદલ ધારી બગસરા ના લોકપ્રિય ધારાસભ્ય  જે.વી.ભાઇ કાકડીયા..ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી મહેન્દ્ર્ભાઇ સાદ્રાણી અને અમરેલી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી પ્રકાશભાઇ કારીયા, બગસરા નાગરીક સહકારી મંડળી ના ડિરેક્ટર  જયેશભાઈ વિઠલાણી સહીત ના વરિષ્ઠ આગેવાનો એ કર્તવ્ય અને ફરજનિષઠ શિક્ષક ઉમેશભાઇ ચાવડાની આ અનેરી સીધ્ધીને બિરદાવી આંનદ ની લાગણી વ્યક્ત કરી ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી