રાજ્યમાં મેધરાજા ભૂક્કા બોલાવી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા પર જાણે કોપાયમાન થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. હવામાન આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ચોથી સિસ્ટમ સક્રિય થશે તો વરસાદ માજા મુકશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે અને આવતીકાલનો દિવસ ગુજરાત માટે ભારે છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ છે. તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને, રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય છે. તેમાં પણ ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આજના દિવસે સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની હવામાને આગાહી કરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા શિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફની રચના થઈ છે. જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યવધુમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની સાથે માછીમાર અને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. આ સાથે જ આગામી 48 કલાક સમગ્ર ગુજરાત રાજ્યમાં થંડરસ્ટોર્મની શક્યતાઓ છે.

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?
ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદીની સ્થિતિ રહેશે.