દલખાણિયા, બટુક સોલંકી/ ધારીના દલખાણીયામાં જિલ્લા પંચાયત સીટ વાઇઝ સર્વે રોગ નિદાન કેમ્પ નું આયોજન દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ દીપ પ્રાગટ્ય ત્યાર પછી કેમ્પ ની શરૂઆત કરવામાં આવી.
ધારી તાલુકાના દલખણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સવારે 9:00 થી 1 વાગ્યા સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં સર્વ રોગ નિદાન લેબોરેટરી આધાર કાર્ડ પી એમ જે વાય આધાર કાર્ડ આયુર્વેદિક ઓ પી ડી વિગેરે ડોક્ટર આર કે જાટ સાહેબ ડોક્ટર વીકે લીંબાણી સાહેબ ડોક્ટર અંજુમન શેખ મેડમ દ્વારા સેવાઓ આપવામાં આવેલ હતી.
આ કેમ્પમાં મહેમાનો જિલ્લા પંચાયત સદસ્ય આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ તેમજ સરપંચ હસુભાઈ સાવલિયા તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ અંટાળા તેમજ નિર્મળાબેન લુણગાતર કાનજીબાપા સુરેશભાઈ ધોરાજીયા લાલભાઈ સુખડિયા મનાભાઈ સાંગાણી ભાણીયા ભાઈ સોહલીયા આ તમામ લોકો એ કેમ્પમાં હાજરી આપેલી હતી અને વિવિધ રોગોના નિવારણ માટે સ્થળ ઉપર જ નિશુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવશે તેમ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેલા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ અને આભાકાર્ડ સ્થળ ઉપર કાઢી આપવામાં આવ્યા હતા તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવા આવ્યું હતું. આ કેમનો લાભ બહોળી સંખ્યામાં દર્દીઓ એ લીધો હતો અને આરોગ્ય તરફથી ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ આરોગ્યની ટીમ દલખાણીયા આરોગ્યમાં હાજર રહી હતી અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત થયા હતા
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







