હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ આજે પણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના સુરતમાં અનરાધાર મેઘરાજા વરસ્યા હતા. ચાર કલાક એકધારા વરસાદે ચળકતા સુરતની મુરત બગાડી હતી. રાજ્યમાં સાંજે 6-8 વાગ્યાની વચ્ચે 62 તાલુકામાં વરસાદ પડ્યો. છૂટોછવાયો વરસાદ વરસીને બંધ થઈ જતો હતો તો બીજી તરફ બફારો પણ સુરતીઓ અનુભવી રહ્યા હતા. જોકે, આજે બપોર બાદ વાતાવરણમાં પડતો આવ્યો અને મુશળધાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ વરસ્યો. સમગ્ર શહેર જળબંબાકાર થયું. સુરતના પલસાણામાં સાંજે 6થી 8માં 4-5 ઇંચ, કામરેજમાં સવા ચાર ઇંચ, તાપીના નિઝરમાં ચાર ઇંચ અને બારડોલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો.
4 કલાક સતત વરસેલા વરસાદે હાલ તો વિરામ લીધો છે. પણ સુરતીઓ એટલા પરેશાન થઈ ગયા છે કે પાણી જવા માટે જગ્યા જ નથી ક્યાંય અને ઘરોમાં પાણી ભરાય ગયા છે. સમગ્ર સુરત શહેર જળબંબાકાર થઈ ગયું છે.સુરતમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો. વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. સુરત પાણી પાણી બન્યું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.. 2 કલાકમાં ચાર ઇંચ વરસતા ઘર-રેસ્ટોરાંમાં પાણી ફરી વળ્યા છે.
સુરતમાં મેઘરાજાએ માજા મુકી,4 કલાક અનરાધાર વરસેલા વરસાદે સુરતની સૂરત બગાડી, અંદાજે 4-5 ઈંચ વરસાદ વરસ્યો#Surat #heavyrain #monsoon #weathernews #suratrain pic.twitter.com/pusu92Ijye
— news hotspot (@newshotspot11) July 21, 2024
સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં મેઘરાજાએ સાંજથી ધમાકેદાર બેટિંગ કરી છે. મોડી સાંજથી સુરતમાં મન મૂકીને ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લાં 2 કલાકમાં આખા સુરતમાં 4 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર થયું છે. તો માત્ર 2 કલાકમાં સુરતના પલસાણામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન બન્યા છે. ભારે વરસાદથી દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાયા છે. અઠવાગેટ, પૂણાગામ, વરાછા, ઉધનામાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં મેઘરાજાએ સાંજથી ધમાકેદાર બેટિંગ કરી છે. મોડી સાંજથી સુરતમાં મન મૂકીને ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લાં 2 કલાકમાં આખા સુરતમાં 4 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર થયું છે.







