અમરેલી જિલ્લો એટલે સિંહોનો રહેણાંક વિસ્તાર અને સિંહોને ગીરનું ઘરેણું માનવામાં આવે છે. ત્યારે ગીર વિસ્તારમાં રહેતા લોકોને અનેક વાર સિંહોનો ભેટો થઈ જતો હશે. ત્યારે હાલમાં સિંહ પરિવારનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં વરસાદી માહોલ વચ્ચે સિંહ પરિવાર લટાર મારવા નિક્યો છે અને ખાંભા રેન્જમાં સિંહ પરિવારની લટાર કોઈ વન્યપ્રેમીએ તેના કેમેરામાં કેદ કરી લીધી છે.
વરસાદ પડ્યા બાદ સિંહ પરિવાર મૌસમની મજા માણવા લટાર મારવા નીકળી પડ્યો છે. બે સિંહણ અને તેના ત્રણ બચ્ચા રોડ પરથી પસાર થતા જોઈ શકાય છે. કોઈ સિંહ પ્રેમીએ આ દુર્લભ દૃશ્યો તેના કેમેરામાં કેદ કર્યા છે. અમરેલી જિલ્લામાંથી અવારનવાર સિંહ પરિવારની આ પ્રકારના આંટાફેરાના દૃશ્યો સામે આવતા રહે છે.
View this post on Instagram
અમરેલી જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદની સિઝનમાં જંગલની અંદર ભારે બફારો થતા સિંહો અવારનવાર આ રીતે બહાર ઠંડકની અનુભૂતિ કરવા આવી ચડે છે. આ અગાઉ પણ ડેમ વિસ્તારમાં સિંહના આંટાફેરાના દૃશ્યો સામે આવ્યા હતા.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







