રૂપેશ રૂપારેલીયા, બગસરા: અમરેલી જિલ્લાના બગસરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બગસરા પંથકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી થઇ રહી છે. બગસરા અમરેલી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. બગસરાના મુંજ્યાસર ડેમમાં પાણીનું સ્તર 4 ફૂટ વધ્યું છે. મુંજ્યાસર ડેમમાં 9400 ક્યુસેક પાણીની આવક છે.
અનરાધાર વરસાદથી બગસરાના બસ સ્ટેશન, માર્કેટિંગ યાર્ડ, મધ્યમ વર્ગ સોસાયટી, આસોપાલવ સોસાયટી, તિરુપતિ નગર સહિતના વિસ્તારમાં પાણી ઘરમાં ઘુસી ગયા હતા અને બગસરા સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યા
જૂનાગઢમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના ઓઝત બેના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. 20 હજાર ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ જાવક છે. ઓઝત નદી ઉપરનો બાદલપરા ડેમ સૌથી મોટો ડેમ છે. વંથલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. ઓઝત નદીનાં સમગ્ર ઘેડ પંથકના ગામોને પ્રભાવિત કરે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







