સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વનું અપડેટ સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સચિવ હસમુખ પટેલે ટ્વીટ કરી વરસાદી મોસમ વચ્ચે પરીક્ષાઓ લેવાશે કે કેમ તે અંગે ચોખવટ કરી વિદ્યાર્થીઓને મનમાં ખુંચતા સવાલનો જવાબ આપ્યો છે.
ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, પ્રિય ઉમેદવાર મિત્રો, હવામાન ખાતા દ્વારા મળેલ માહિતી મુજબ તા. 28 જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ માફકસરનું છે. હાલમાં જા. ક્ર. 225/202324 પરીક્ષા રાબેતા મુજબ લેવાનો નિર્ણય થયેલ છે. (બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો જ પરીક્ષા મોંકુફ રાખવાનો નિર્ણય થશે અન્યથા પરીક્ષા ચાલુ છે.) Preliminary Examination (MCQs) (ભાગ-1)ની પરીક્ષાનું તા:28/07/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રિય ઉમેદવાર મિત્રો, હવામાનખાતા દ્વારા મળેલ માહિતીમુજબ તા. 28 જુલાઈસુધીમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ માફકસરનું છે. હાલમાં જા. ક્ર. 225/202324 પરીક્ષા રાબેતા મુજબ લેવાનો નિર્ણય થયેલ છે. (બસઅને રેલવેસેવા પ્રભાવિત થાય તો જ પરીક્ષા મોંકુફ રાખવાનો નિર્ણય થશે અન્યથા પરીક્ષા ચાલુ છે.)
— HASMUKH PATEL (@HHPATELGSSSB) July 25, 2024
વર્ગ-3 સંવર્ગની કુલ-150 જગ્યાઓ છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-116 જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-3 સંવર્ગની કુલ-150 જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઈટ મારફત તા.15/02/2024 (14:00 કલાક) થી તા.01/03/2024 દરમ્યાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવી હતી.







