હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેને લઇને રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 26 અને 27 જુલાઈના 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ ફૂંકાવાની શક્યતા છે.

જ્યારે 28 અને 29 જુલાઈના 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકિનારા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં 45થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

26 જુલાઈના રેડ-ઓરેન્જ એલર્ટ
નવસારી, સુરત, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, દીવ, પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

27 જુલાએ ક્યા એલર્ટ અપાયું
27 જુલાઈના રોજ નવસારી, વલસાડ, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દીવ અને ગીરસોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

28 જુલાઈએ પણ સાચવીને રહેજો
28 જુલાઈના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર , અમરેલી અને ગીરસોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા તાંડવ કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, રાજકોટ,બોટાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

29 જુલાઈએ અપાયેલા એલર્ટ
29 જુલાઈએ પણ રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે. દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીરસોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ કચ્છ, મોરબી,સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

30 જુલાઈએ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ ક્યાં અપાયું
કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો 

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો