ગીર પંથકમાં અવાર નવાર સિંહ રસ્તા પર જોવા મળી રહે છે. હવે સિંહ જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર તરફ આગળ વધી રહયા છે. આ દરમિયાન હવે એક બે સિંહો નહીં પરંતુ એક સાથે 8 સિંહનું ટોળું અમરેલી પંથકમાં જોવા મળ્યું છે. આ 8 સિંહના ટોળાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગીર પંથકમાં સિંહ રસ્તા પર જોવા મળી રહે છે. પરંતુ હવે આ વાત પણ જૂની થઈ ચૂકી છે. અને સિંહના ટોળા ન હોવાની કહેવતને ફરી ખોટી પુરવાર થઈ છે. અમરેલી જિલ્લામાં એક સાથે 8 સિંહનો વિડિયો સામે આવ્યો છે. એક સાથે 8 સિંહનું ટોળું રસ્તા પર જોવા મળ્યું છે. સિંહનું ટોળું વાહન ચાલકોના માર્ગ પર જોવા મળતા વાહન ચાલકે સિંહના ટોળાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો છે. આ વીડિયો ખાંભાથી નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતની આન, બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. ત્યારે હવે સિંહ લોકોના ઘર સુધી અનેક વખત પહોંચી ચૂક્યા છે. આ સાથે આવે એક સાથે 8 સિંહો જોવા મળતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાંભાથી નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડ પર 8 સિંહનું ટોળું રોડ પર આવી ચડ્યું હતું. નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડ પર રાત્રિના વરસાદી વાતાવરણમાં સિંહ પરિવારની લટાર મારતા સિંહના ટોળાનો વીડિયો વાયરલ થયો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







