રાજ્યમાં સ્પા અને હોટલોની અંદર થતા ગોરખધંધાઓના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન હવે ગુજરાતની CID ક્રાઇમે એક જ રાતમાં 35 જગ્યાએ રેડ કરીને આરોપીઓને ઝડપી લીધા છે. આ રેડમાં હોટલોમાંથી વિદેશી યુવતીઓ મળી આવી છે, જેને અનૈતિક કામ માટે સ્પામાં સંતાડવામાં આવી હતી. જ્યારે કેટલીક હોટલમાં દારૂ, યુવતીઓ અને ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા છે. જેમાં પોલીસે બીજા ગુના નોંધ્યા છે. આ સમગ્ર રેડ દરમિયાન CID ક્રાઇમે કુલ 22 જેટલા ગુના નોંધીને સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાવી દીધો છે. તેમજ 42 લોકોની અટકાયત કરી છે.
સી.આઇ.ડી.ક્રાઇમને મળેલ ફરિયાદ ના આધારે અમદાવાદ તથા ગાંધીનગર ખાતે સ્પા તેમજ હોટલોની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર સી.આઇ.ડી.ક્રાઇમના અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવી 35 જેટલા સ્પા તેમજ હોટલ ઉપર ડમી ગ્રાહક મોકલી પંચો સાથે રેઇડ કરેલ, જેમાં સ્પા/હોટલના માલિક/મેનેજર તથા દલાલો પોતાના આર્થિક ફાયદા સારૂ ભારત તેમજ વિદેશી મહિલાઓની મારફતે દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો.
ગાંધીનગરથી એસજી હાઈવે અને અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા સ્પા તેમજ હોટલમાં એક જ રાતમાં અલગ-અલગ જગ્યાએ CID ક્રાઈમ અને રેલવેની ટીમે રેડ કરી છે.સ્પામાં દરોડા દરમિયાન 44 યુવતીઓ પણ મળી આવી હતી. જેમાં એક ગર્ભવતી, એક ટ્રાન્સજેન્ડર, એક સિમેઇલ હોવાનું સામે આવ્યું છે. દેહવ્યાપારમાં ઝડપાયેલી યુવતીઓ ભારતના અલગ અલગ રાજ્યની રૂપલલના હોવાનું પણ સામે આવ્યું છે. તથા ફિલિપાઇન્સ, યુગાન્ડા, થાઇલેન્ડ, તશ્કેનઅજબેકિસ્ત, ઉઝબેકિસ્તાનની યુવતીઓ મળી આવી છે. સાથે જ દરોડા દરમિયાન 17 ગ્રાહકો પણ મળી આવ્યા છે.
પોલીસની આટલી ટીમએ પાડી રેડ
અમદાવાદની મોંઘી હોટલો અને તેમજ ગાંધીનગરની કેટલીક હોટલોમાં એક સાથે CID ક્રાઈમની 35 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ રેડમાં જોડાઈ હતી અને દરેક જગ્યાએ રેડ કરી આખા રેકેટના પર્દાફાશ કર્યો છે. આ રેડ માટે CID ક્રાઇમના વડાએ 35 PIને સીલબંધ કવર આપી રેડ માટે દોડાવ્યા હતા.
આટલી જગ્યાએ પાડવામાં આવ્યા દારોડ
- અર્બન એકવા સ્પા. સરગાસન ચાર રસ્તા, ગાંધીનગર
- ગેલેક્ષી સ્પા ત્રીજો માળ, ટાઇમ સ્વેકર્સ ગ્રાન્ડ સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ
- માહેરા સ્પા. શ્રેયા અલમગા કોમ્પલેક્ષ એવલોન હોટલની સામે થલતેજ, અમદાવાદ
- વિવાન્તા સ્પા, ગ્રાન્ડ ફ્લોર ૧૪૫ કોમ્પ્લેક્ષ, ભાગવત વિદ્યાપીઠ સોલા, અમદાવાદ
- માહેરા સ્પા. ૧૧૯, પહેલો માળ ઇસ્કોન ચાર રસ્તા, સિવાલીક સીલ, અમદાવાદ
- હોટલ પ્રગતી ગ્રાન્ડ, ઝાયડસ હોસ્પિટલ ની પાસે, અમદાવાદ
- હોટલ આઇલેન્ડ પાર્ક, ચોથો માળ, પટેલ એવન્યુ, ગુરુદ્વારા નજીક થલતેજ, અમદાવાદ
- ન્યુ કમ્ફર્ટ ઇન, ચોથો માળ સિગ્મા લીગશી કોમ્લેક્ષ પાંજરા પોળ, આંબાવાળી, અમદાવાદ
- હોટેલ રમાડા, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ
- મારૂતિ હોટેલ, સિટી ગોલ્ડ, થિયેટરની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ
- હિલલોક હોટલ
- હિલલોક હોટલ જુડાલ સર્કલ
- સાગર એપાર્ટમેન્ટ







