રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ એક્ટિવ છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. સુરત,વલસાડ,નવસારી,દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. આઆ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી. અમરેલી,ગીર સોમનાથ,ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મેહસાણા, ખેડા, આણંદ,નડિયાદમાં મધ્યમ વરસાદની આગાહી રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય
હવામાન વિભા દ્વારા આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.