ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. અને આજે આ વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ હતો. ટૂંકી મુદતના પ્રશ્નોત્તરી કાળથી બેઠકથી શરૂઆત થઈ હતી. વિધાનસભા ગૃહમાં ક્રિકેટ મેચના ઉદાહરણ સાથે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હળવી રમૂજ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે, ‘અર્જુન મોઢવાડીયાને ક્રિકેટની પિચ પર રમવા દેજો. અર્જુન મોઢવાડીયાની વિડ વિકેટ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.’ અને કોંગ્રેસના MLA કિરીટ પટેલે કહ્યું કે, પણ મેદાનમાં રમવા માટેની તક આપજો. જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, એ અમારી ટીમમાં આવી ગયા તમારે પણ થોડા સમય બાદ અમારી ટીમમાં આવવું જ પડશે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે, ‘અર્જુન મોઢવાડીયાને ક્રિકેટની પિચ પર રમવા દેજો. અર્જુન મોઢવાડીયાની વિડ વિકેટ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.’ત્યારે શૈલેષ પરમારને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હળવી શૈલીમાં જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, ક્યારેક 12 ની ટીમમાં રમવા મળે તો ક્યારેક ન પણ મળે. ક્યારેક એવું પણ બને કે આ સીઝનમાં નહિ તો આવતી સીઝનમાં રમવા મળે પણ રમવા મળે ખરું. રમવા જઈએ તો વિડ વિકેટ પણ થાય પણ અડધી પીચે રન આઉટ થઈ જવું પડે એ દુઃખદ છે.

તો સામે પક્ષે કોંગ્રેસ નેતા કિરીટ પટેલે કહ્યું કે, પણ મેદાનમાં રમવા માટેની તક આપજો. ત્યારે તેમને જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, એ અમારી ટીમમાં આવી ગયા તમારે પણ થોડા સમય બાદ અમારી ટીમમાં આવવું જ પડશે.

મોઢવાડીયાએ શૈલેષ પરમારને માર્યો ટોણો
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને હવે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વચ્ચે વાત થઈ. મોઢવાડિયાએ ગૃહમાં બિલની ચર્ચા દરમિયાન શૈલેષ પરમારને સંબોધીને કહ્યું કે, તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ, હું તો છુટ્યો. સાથે જ તેમણે કહ્યું કે પહેલા તમારુ ને મારુ કશું નહોતુ ચાલતું, હજી પણ તમારું નથી જ ચાલતું. ત્યા પરસેવાની કિંમત નથી.