પથ્થર ના શહેર રાજુલા ખાતે અમરેલી ના મુર્ધન્ય કવિ હર્ષદભાઈ ચંદારાણા નું બે માસ પહેલા અવસાન થતા તેમને શ્રધ્ધાંજલિ અર્પવા અર્થે નો કાવ્યાંજલિ કાર્યક્રમ રાજુલા ના ગાંધી મંદિર હોલ ખાતે રાજુલા ના કવિ શશિભાઈ રાજ્યગુરુ ‘હેમાળવી’ સંચાલિત સૌરભ સાહિત્ય સંસ્થાન- રાજુલા દ્વારા ગુજરાત ના સુપ્રસિધ્ધ કવિ મનોહર ત્રિવેદી, કૃષ્ણ દવે ની નિશ્રા મા અને રાજુલા ના સાહિત્ય કારો શ્રી જે.પી. ડેર તથા જોરુભાઈ ધાખડા ની અધ્યક્ષતા મા યોજાયો હતો. આ કાવ્યાંજલિ ના કાર્યક્રમ મા હર્ષદ ચંદારાણા ના પરિવાર જનો મા તેમના પત્ની રોહિણીબેન ચંદારાણા, પુત્ર આકાશભાઈ ચંદારાણા,પુત્ર વધુ મિત્તલબેન ચંદારાણા તથા પૌત્ર ચિ.ભવ્ય તથા ચિ.અક્ષત હાજર રહ્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટ્ય મહેમાનો દ્વાર, શિવસ્તુતિ સંચાલક શ્રી વિજયભાઈ મહેતા દ્વારા અને શ્ર્લોક ગાન ચિ.ભવ્ય તથા ચિ.અક્ષત દ્વારા કરવામા આવેલ હતુ.હર્ષદ ચંદારાણાના પરિવાર જનોનુ ફૂલહાર શાલ પુષ્પ ગુચ્છથી જેપી ડેર તથા સૌરભ સંસ્થાન ના કવિઓ દ્વારા,હર્ષદ ચંદારાણા નો પેઈન્ટ ફોટો શશિભાઈ રાજ્યગુરુ દ્વારા તથા પીપળા ના સુકા પાન પર હર્ષદ ચંદારાણા નો પેઈન્ટ ફોટો મનજી ભાઈ સરવૈયા દ્વારા અર્પણ થયો હતો. શ્રધ્ધાંજલિ પ્રવચન જેપી ડેર, જોરુભાઈ ધાખડા દ્વારા થયુ હતુ.હર્ષદ ચંદારાણા ના સાહિત્ય સર્જન મા ગીત ગઝલ સંગ્રહો ‘ફીણ મોજા’ ,’નદી ને મળ્યા પછી’,’કલરવનું ઘર’ , ‘પંખો પવન ને પતંગિયુ’,’મહેકનો અભિષેક’ ,’સમુદ્ર છલકે છે’, ‘કિરણ ની પોટલી’, ‘મારા મોરપિચ્છ’ લેખ સંગ્રહ વગેરે પર કૃષ્ણ દવે, મનોહર ત્રિવેદી, સ્નેહી પરમાર, વિમલ અગ્રાવત ઈતેષભાઈ મહેતા વિ.હિ.પ. પ્રમુખશ્રી અમરેલી, હેમાંગભાઈ ટાંક દ્વારા હર્ષદભાઈ ના સ્મરણો વાગોળ્યા હતા ને તેમની રચનાઓ દ્વાર અંજલિ આપી હતી ને ભાવકો ની આંખો ભીની થઈ હતી.

કવિ શશિભાઈ રાજ્યગુરુએ “નદી ને મળ્યા પછી કાવ્યસંગ્રહ ની દરેક કવિતા પર સુંદર વિવેચન કરી ને હર્ષદ ભાઈ ની પ્રકૃતિ વિષયક, ને માનવીય સંવેદના પર ની ગીત ગઝલ રચનાઓ પર વિષેશ વક્તવ્ય રજુ કર્યુ હતુ.અતિથિ વિશેષ મા ભાગવતાચાર્યશ્રી હિતેષભાઈ ઝાંખરા શ્રી જે.એમ. વાઘ હાઈસ્કૂલ પ્રિન્સીપાલ, ડો. રીટાબેન રાવલ મહિલા કોલેજ પ્રિન્સીપાલ તથા સીમાબેન પંડ્યા ગર્લ્સ હાઈસ્કૂલ પ્રિન્સીપાલ એ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ કાવ્યાંજલિ મા સ્થાનિક કવિઓ નવિનભાઈ નાઈ,જગદીશભાઈ રાવલ, રાહુલ મહેતા, મુકેશભાઈ ત્રિવેદી, વર્ષાબેન પંપાણીયા હાજર રહ્યા હતા. ધૈવતભાઈ ત્રિવેદી- અમદાવાદ,નયનાબેન ગોહિલ- વડોદરા, હિનલબેન જોષી- હોંગકોંગ, કિશોરભાઈ એસ.વ્યાસ- સીડની ઓસ્ટ્રેલિયા,હરજીવન દાફડા, રોહિતભાઈ જીવાણી, પરેશ મહેતા,મહેન્દ્રભાઈ જોષી, ડો.કેતન કાનપરિયા-અમરેલી, ઉમેશભાઈ જોષી- રાજકોટ, ઉદયભાઈ દેસાઈ- કુકાવાવ વગેરે એ ટેલિફોનિક શ્રધ્ધાંજલિ આપી હતી.

રાજુલા શહેર ના મહાનુભાવો બિપીનભાઈ લહેરી,મનુભાઈ ધાખડા હોટલ લાયન, બાબુભાઈ કોટીલા તથા મહેન્દ્રભાઈ ધાખડા નાગરિક બેન્ક, મનોજભાઈ નારાયણ રેસ્ટો.,વિપુલભાઈ લહેરી, ગાંધી મંદીર કેમ્પસ ડાયરેકટરશ્રી પ્રવિણભાઈ જાની ,મનસુખભાઈ જોષી, વિજયભાઈ જોષી, ચીરાગભાઈ જોષી,જીતુભાઈ તેરૈયા,લીલાબેન ત્રિવેદી, મધુબેન દવે,વંદનાબેન મહેતા, શોભનાબેન રાજ્યગુરુ,પલ્લવીબેન તેરૈયા, તથા વિશાળ સંખ્યા મા ભાવિકો હાજર રહ્યા હતા.ચંદારાણા પરિવાર તરફ થી મીત્તલબેન ચંદારાણાએ સૌરભ સાહિત્ય સંસ્થાન-રાજુલા નો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા હરેશભાઈ તેરૈયાએ જહેમત ઉઠાવી હતી.