રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા છે. વરસાદને લઇને હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ કાલે વડોદરા, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો મંગળાવાર અને બુધવારે આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાને આપવામાં આવ્યું રેડ એલર્ટ
હવામાન વિભાગે ગે આજે અને કાલે ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે. 26 ઓગસ્ટ છે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમન દાદરા નગર હવેલી તાપી અમરેલી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહીસાથે રેડ એલર્ટ આપ્યું છે.

આ જિલ્લાને આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ
26 ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







