ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી. વિજય સુવાળા, ભાઈ યુવરાજ સુંવાળા સહિત 30થી વધુ લોકોના ટોળાએ જમીન દલાલ અને ભીજેપી માં સક્રિય એવા દિનેશ રબારીની ઓફિસે હથિયાર સાથે જઈને અને ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી ઓ આપી હતી. જે મામલે વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે.
આજે 28 ની ઓગસ્ટના વિજય સુંવાળા સહિત સાત આરોપી એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે શરણાગતિ સ્વીકારી હતી જેમાં વિજય સુંવાળા યુવરાજ સુંવાળા , રાજેશ ધરમશી રબારી, વિક્રમ સવજી રબારી , જયેશ મગન દેસાઈ, દિલીપ અમરત જિણાજી ,હિરેન વાળંદ ની સમાવેશ થવા પામ્યો છે ત્યારે ઓઢવ પોલીસે વિજય સુંવાળા સહિતના આરોપીઓની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી કરી છે.
જાણો શું હતો મામલો
દિનેશ દેસાઈએ આરોપ લગાવ્યો હતો કે મારી ઓફિસ પર વિજય સુવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી અને સુરેશ દેસાઈ સહિત 30થી વધુ લોકોના ટોળાએ ઉત્પાદ મચાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. તો આ સમગ્ર ઘટનાના એક CCTV ફુટેજ સામે આવ્યા હતા. જેમાં કારમાંથી ઉતરતા કેટલાક લોકો જોવા મળ્યા હતા.







