અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપર મહિલાઓ સહીત સ્થાનિક લોકોએ રસ્તા મુદ્દે ચકાજામ કર્યું. લાઠી રોડ પર જીઆઇડીસી જવાનો માર્ગ વર્ષોથી ચાલુ હતો અચાનક બંધ થતા વિવાદ સર્જાયો છે. લાઠી રોડ રેલવે ફાટક પાસે જીઆઇડીસી જવાનો માર્ગ પર માલિકીનો પ્લોટ હોવાનો દાવો કરી દીવાલ થતા વિવાદ સર્જાયો છે.

અમરેલી શહેરના લાઠી રોડ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ દીવાલ તોડી પાડી ભારે હોબાળો મચાવ્યો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સીટી પોલીસ ઘટના સ્થળે પોહચી મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

માલિકીની જગ્યા હોવાનો દાવો કરનારના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે બંને સામ સામે ટોળાઓ આવ્યા ઉગ્ર બોલાચાલી વચ્ચે રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હોય તેવો માહોલ સર્જાયો છે.