રાજકોટમાં રસ્તામાં પાણી ભરાતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકોએ તળાવ તરીકે લોકાર્પણ કર્યું. રોડ પર પાણી ના ઓસરતાં સ્થાનિકો દ્વારા અંબિકા ટાઉનશીપને તળાવ તરીકે જાહેર કર્યું. ભાજપના ચૂંટણી ચિન્હવાળા ઝંડા રોડ પર ઉલટા રાખી વિરોધ નોંધાવ્યો હતો. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ના ઓસરતાં સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે.
વરસાદથી અનેક જિલ્લાઓમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ નેતાઓને પણ લોકોના રોશનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકોનો અનોખો વિરોધ સામે આવ્યો છે.
રોડ પર પાણી ન ઓસરતાં સ્થાનિકો દ્વારા તળાવ તરીકે લોકાર્પણ કર્યું છે. ભાજપના જંડા રોડ પર ઉલટા રાખી વિરોધ નોંધાવ્યો છે.







