બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરામાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક લોકડાયરો નું આયોજન થયેલ. જેમાં લોકગાયક અલ્પાબેન પટેલ ને મેઘાણી લોકગાયક સન્માન 2024 એવોર્ડ મેઘાણી લોકગાયક સન્માન સમિતિ વતી પ્રદીપભાઈ ભાખર દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. તેમજ વિમલભાઈ મહેતા ને બગસરા શહેર ભાજપ ટિમ તેમજ પ્રમુખ ધીરૂભાઈ કોટડીયા દ્વારા સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમ ઉપસ્થિત અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહીડા તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર. મેઘાણી હાઇસ્કુલ પ્રિન્સિપાલ જેઠવા સાહેબ, બગસરા નગરપાલિકા પ્રમુખ એ. વી. રીબડિયા, બગસરા શહેર મહામંત્રી અશોકભાઈ પંડ્યા, ભાવેશભાઈ મસરાણી , બગસરા તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ બકરાણીયા ઉપપ્રમુખ, હસમુખભાઈ બાબરીયા, બગસરા તાલુકા પંચાયત સદસ્ય, અશ્વિનભાઈ કોરાટ, કાંતિભાઈ વેકરીયા, વિપુલભાઈ ભેસાણીયા, સૌરાષ્ટ્ર શરાફી બેંકના ચેરમેન અનિલભાઈ વેકરીયા, મુન્નાભાઈ ડોડીયા, ડો. કામલીયા સાહેબ તેમજ બગસરા તાલુકાના વિવિધ ગામના સરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટીના બગસરા શહેર તેમજ બગસરા તાલુકાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.