રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપમાં ક્યાંક આંતરિક તો ક્યાંક વિવાદો જાહેર થવા લાગ્યા છે. આ દરમિયાન વડોદરા ભાજપમાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે. વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના ચાર સભ્યોએ અન્ય પક્ષો સાથે માંલે અને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે
વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના ચાર સભ્યોએ, કોંગ્રેસ અને અપક્ષ સાથે મળીને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ભાજપના મેન્ડેટ પરથી ચૂંટાયેલા 4 સભ્યે શિનોર તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષના બેઠેલ તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ 3 કોંગ્રેસ 1 અપક્ષ સાથે મળી તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી. કુલ 16 સભ્યો પૈકી 1 સભ્ય વિદેશમા હોય કુલ 15 સભ્યોની સંખ્યામાથી 8 સભ્યોની સહીથી અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે. વિકાસના કામોની ફાળવણીમા તાલુકા પંચાયત સભ્યોને વિશ્વાસમા નહી લેવા ઉપરાંત અન્ય સામાન્ય વહીવટમા પણ સભ્યોને વિશ્વાસમા નહિ લેવાતા હોવાનો આક્ષેપ કરાયો છે.







