બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. ના આપ સૌ ગૌરવવંતા સભાસદ ભાઇ-બહેનોના લાભાર્થે મંડળી વધુ એક નજરાણું રમતું મુકે છે. બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આપ સૌ જાણો છો તે મુજબ આપણી મંડળીમાં ૨૨ હજાર કરતા વધારે સભાસદો જોડાયેલા છે અને વખતો વખત આપની જરૂરીયાત મુજબ જુદી જુદી યોજના થકી ધંધા-રોજગારમાં ઉન્નતિ અર્થે ધિરાણ આપવામાં આવે છે અને તમારી બચતના નાણાં થાપણ રૂપે હવે લાંબા સમય બાદ ઉપર મુજબની “ગોલ્ડન થાપણ યોજના” માં મુકવાનું ફરી આહવાન કરીએ છીએ.
આપ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્યની અંદાજે ૭૦૦૦ શરાફી મંડળીઓમાં આપણી મંડળી છેલ્લા ૬ (છ) વર્ષથી સતત “દ્વિતિય” ક્રમે આવે છે. સુચારૂ અને કરકસર વહીવટના કારણે આ વર્ષ રૂા. ૪,૨૧,૨૧,૧૨૧/- અંકે રૂપિયા (ચાર કરોડ એકવીસ લાખ એકવીસ હજાર એકસો એકવીસ) નો નફો કરેલ છે. તે આપણા અરસ-પરસના વિશ્વાસનું પ્રતિક છે. બચતના નાણાં આપની મંડળીમાં રોકીને વધુમાં વધુ વ્યાજ મેળવવા માટે તુરંત ગોલ્ડન થાપણ યોજના માં જોડાઇ જવા વિનંતી.
ગોલ્ડન થાપણ યોજના ઉપર આકર્ષક વ્યાજ દર
ગોલ્ડન થાપણ યોજના વ્યાજ દર ૧૦.૫૦%
સીનીયર સીટીઝન માટે વ્યાજ દર ૧૧ %
ઉકત થાપણ યોજના હેઠળ મુદત ૩ (ત્રણ) વર્ષની રહેશે






