સૌરાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ મહત્વની વિગત સામે આવી છે. U-15 રાજકોટની ડિસ્ટ્રિક્ટ ટીમમાં કેપ્ટન તરીકે એન્જલ કાનગડ ની પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં ગાંધીધામ ખાતે રમાયેલી ડીસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ ડિસ્ટ્રીક ટીમ ચેમ્પિયન બનેલ છે.

એન્જલ કાનગડે ગાંધીધામ ખાતે રમાયેલી ડીસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટમાં 3 મેચ માંથી 2 મેચમાં પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ મળેલ છે. આ સાથે તેના પરફોર્મન્સ ના આધારે તેને રાજકોટ ડિસ્ટ્રીક U-19 ની ટીમમાં પસંદગી કરવાં આવી છે. ભાવનગર ખાતે રમાયેલી ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં 4 મેચ માંથી 3 મેચમાં (130 રન અને 9 વિકેટ) પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ મળેલ છે