ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે અને બીજી તરફ બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવી વિદેશી દારૂ રાજ્યમાં લાવીને વેચાણ કરી રહ્યાં છે. ત્યારે બુટલેગરો પર લગામ રાખવા પોલીસ તંત્ર બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક પોલીસ કર્મચારી બુટલેગરને પકડવા જતા મોતને ભેટ્યા છે.

રાજ્યમાં બુટલેગરોને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ વારંવાર પોલીસ પર પણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હવે તો હદ થઇ છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ નજીક બુટલેગરનો પીછો કરતા અકસ્માતમાં PSIનું મોત થયુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ પાસે આ ઘટના બની છે. ત્યારે પોલીસ કર્મચારીનું મોત થતા પરિવારમાં શોકને માહોલ છવાયો છે.

બુટલેગરને પકડવા જતા કારનો અકસ્માત થયો હતો તેમાં SMCના PSI જે.એમ.પઠાણનું મોત થયું છે. જેમાં વિરમગામ સરકારી હોસ્પિટલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લવાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જાહીદખાન મુનસફખાન પઠાણ કાર સાથે બુટલેગરનો પીછો કરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. જેમાં પોલીસ કર્મચારીના ફરજ દરમિયાન મોતથી પોલીસબેડામાં પણ શોકને માહોલ છે. PSI પઠાણના મૃતદેહને ઘરે લાવવા આવ્યો છે. પરિવારના સભ્યો અને પોલીસ કર્મચારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમના ભાઈ આજે સવારે જ ફરવા માટે ચંદીગઢ પહોંચ્યા હતા. બનાવની જાણ થતાં મૃતકના ભાઈ ચંદીગઢથી પરત આવી રહ્યા છે. ત્યારબાદ અંતિમક્રિયા કરવામાં આવશે.

જાણો શું કહ્યું કોંગ્રેસે
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, ગૃહ વિભાગ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લેવા ગંભીર પગલાં લેતો નથી. સરકાર અને ગૃહ વિભાગ કડક પગલાં ભરે તેવી કોંગ્રેસની માગ છે. સરકાર સુરક્ષિત ગુજરાતની વાતો કરે છે પરંતુ અસામાજિક તત્વો દરરોજ બેફામ બને છે.

ગૃહ રાજ્યમંત્રીએ સાંત્વના પાઠવી
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે. દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર આ બહાદુર અધિકારીને શ્રદ્ધાંજલિ. તેમના પરિવારને હૃદયથી સાંત્વના.