ચલાલા તા.20/11; દાનેવધામ ચલાલામા ધણા ટાઇમથી પશુડોકટરની જગ્યા ખાલી હોવાથી પશુપાલકો અને ખેડૂત વર્ગને પોતાના માલઢોરની સારવાર કરાવવા ભારે મુશ્કેલી પડતી હતી..અને અવાર નવાર પ્રાઇવેટ પશુ ડોક્ટર પાસે ભારે ફી ચુકવી સારવાર કરાવી પડતી હતી. ત્યારે ચલાલાપંથક ના ખેડુતો અને પશુપાલકો દ્વારા આ બાબતે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા ને રજૂઆતો કરવામા આવી હતી. ધારાસભ્યની જહેમતથી ચલાલામાં પશુ ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી છે.
પશુ પાલકો અને ખેડુતો ની રજુઆતોની ગંભીરતા સમજી સતત જાગૃત કોમનમેન એવા લોકપ્રિય ધારાસભ્ય જે.વી.ભાઇ કાકડીયા એ તાત્કાલીક સરકાર મા પશુપાલન વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી રાધવજી ભાઇ પટેલ ને રૂબરમળી ધારદાર લેખીત અને મૌખીક રજુઆત કરી ને ચલાલા પંથક ના ખેડૂતો અને પશુપાલકો ની મુશ્કેલી નો વાસત્વીક પરિસ્થિતિ નો ચિતાર રજુ કરી તાત્કાલીક ચલાલા મા પશુડોકટર મુકવાની અંગત ભલામણ કરતા પશુપાલન વિભાગ ગાંધીનગર થી સ્પેશિયલ કેસ મા ચલાલા મા પશુ ડોક્ટર હરેશભાઇ કામળીયા ની નિમણુંક કરાતા ચલાલાપંથક ના ખેડૂત વર્ગ મા અને પશુપાલકો મા સંતોષ સાથે આંનદ ની લાગણી ફેલાણી છે..અતી આવશ્યક પશુ ડોક્ટરની નિમણુંક થતા ધારાસભ્ય જે.વી.ભાઇ કાકડીયા ની કામગીરી ની આ વિસ્તાર ના પશુ પાલકો અને ખેડૂત વર્ગ પ્રશંસા કરી રહ્યા છે.
ચલાલા મા પશુડોકટર ની આજે નિમણુંક થતા ધારાસભ્ય ના અંગત મદદનીશ અને શહેર ભાજપ ઉપપ્રમુખ ભૈયલુભાઇ વાળા અને શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૃર્વ સદસ્ય પ્રકાશભાઈ કારીયાએ પશુડોકટર હરેશભાઇ કામળીયાની શુભેચ્છા મુલાકાત કરી પુષપગુચ્છ અર્પણ કરી સ્વાગત સન્માન કરી પશુ પાલકો અને ખેડૂતો ના માલઢોર ની સારવાર મા કોઇ જ મુશ્કેલી ના પડે તે તે અંગે વિસતૃર્ત ચર્ચાઓ કરતા પશુડોકટરે પણ ઢોર માલ ની સારવાર મા કોઇ કચાસ નહી રાખવાની ખાત્રી આપેલ હતી.પશુ પાલકો અને ખેડૂત વર્ગ ને પોતાના માલઢોર ની સારવાર માટે ચોવીસ કલાક મા કાઇ પણ મુશ્કેલી સર્જાય તો ધારાસભ્ય ના અંગત મદદનીશ ભૈયલુભાઇ વાળા નો તેમના મો.નં. 96380 53982 પર સંપર્ક કરવા ધારાસભ્યની કાર્યાલય ની અખબારી યાદી જણાવેલ છે…







