રાજ્યમાં દૂષકર્મની ઘટના સતત વધી રહી છે. ત્યારે દૂષકર્મની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કુકાવાવ ખાતે 4 વ્યક્તિઓએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. જેથી ફરિયાદના આધારે વડીયા પોલીસે આરોપીઓ પ્રિતેશ, રસિક આસોદરીયા, દકુ વેકરીયા, અનિલ દેસાઈ અને સોમા આલાણી સામે ગુનો દાખલ કર્યો છે. તથા પોલીસે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડીયા પોલીસ મથકમાં સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે પ્રિતેશ ઉર્ફે પદીયો રસિકભાઈ આસોદરીયા, દકુ રામજી વેકરીયા, અનિલ દેસાઈ, સોમાભાઈ આલાણીની ધરપકડ કરવા પ્રયાસો હાથ ધર્યા છે.