ભારતીય જનતા પાર્ટીની આજે કમલમ ખાતે બેઠક મળી હતી. આ બેઠકપ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં સંગઠન પર્વને લઈને ચર્ચા ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય આગામી સમયમાં સંગઠનમાં પણ ફેરફાર થવાના છે. આ વચ્ચે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે.

બેઠકમાં નક્કી કરવામાં આવ્યા મુજબ હવે રાજ્યમાં કોઈ પણ તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે 40 વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને 60 વર્ષથી મોટી ઉંમરના નેતાજિલ્લા પ્રમુખ બની શકશે નહીં.

ભાજપમાં નવા સંગઠનની રચનાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા. મંડળ પ્રમુખ બનવા ભાજપે ધારાધોરણ નક્કી કર્યા. 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સ્થાન મળશે. 2 વખત સક્રિય સભ્ય હશે તે જ બની શકશે મંડળ પ્રમુખ. બેઠકમાં રત્નાકરે MLA અને જિલ્લા પ્રમુખોને સૂચનાઓ પણ આપવામાં આવી છે. અસભ્ય વર્તન, નાણાકીય બાબતે અયોગ્ય ઠરનારી વ્યક્તિ નહીં બને મંડળ પ્રમુખ. SC, ST અને મહિલાઓને પ્રમુખ પદે સ્થાન મળે તેની પ્રાધાન્ય આપવા સૂચના આપવામાં આવી છે.